
આપણા સમાજમાં સ્ત્રીઓ વિશે જે લખાયું તે લગભગ પુરુષપ્રધાન વિચારધારાથી લખાયું. કાં તો એ આ વિચારધારાના સમર્થનમાં કાં તો એના ઘોર વિરોધમાં. સ્વંય મહિલાઓએ પણ ફેમિનિસ્ટ તરીકે જે લખ્યું એ પણ એક અતિથી બીજી અતિ તરફ અને એ કેન્દ્રથી કે પોતે એક સ્ત્રી છે. પણ આચાર્યજીએ એ વિચારધારાથી મુક્ત સ્ત્રીને સૌથી પહેલાં એક ઈન્શાન તરીકે જોઈ. દરેક સ્ત્રીએ આ પુસ્તક વાંચવું જોઈએ.

સગુણા જી, તમે સ્ત્રીને "સ્ત્રી" હોવાની ઓળખમાંથી પહેલાં માણસ તરીકે જોવાની વાત કરી, એ જ અહીં ખરો મુદ્દો છે. પુરુષપ્રધાન વિચારધારા હોય કે ફેમિનિઝમ, બંને એક લેબલને કેન્દ્ર બનાવે છે અને પછી એ લેબલની આસપાસ જ પોતાની ઓળખ બાંધે છે. રંગ બદલાય છે, પિંજરું એ જ રહે છે. એટલે આ પુસ્તક સ્ત્રીઓ માટે બીજી કોઈ ઓળખ આપવા નથી, પહેલાંથી મળેલી ઓળખ પર પ્રશ્ન કરવા છે. એક પ્રશ્ન પોતાને પણ પૂછી શકાય: મારી પોતાની વિચારસરણીમા...